|
|
|
અપ્રાઈઝલ / નથી થયુ, ખરાબ થયુ
|
| ઈન્ક્રીમેન્ટ પણ નથી આવ્યુ ખરાબ થયુ
|
| ઇન્સેન્ટીવ નથી મળ્યુ, એ પણ ખરાબ થઈ રહ્યુ છે.
|
| પગાર કપાઈ રહ્યો છે, ખરાબ થઈ રહ્યું છે.
|
|
|
| તું પહેલાના ઈન્સેન્ટીવ મળવાની રાહ ના જો
|
| તું આવનારા ઈન્સેન્ટીવની ચિંતા પણ ના કર
|
| બસ અત્યારના પગારમાં ખુશ રહે,
|
|
|
| તારા પાકીટ માં થી શું ગયુ કે રડે છે?
|
| જે આવ્યુ તે અહીં થી જ આવ્યુ હતું.
|
|
|
| જ્યારે તું નહોતો ત્યારે પણ આ કંપની ચાલતી હતી
|
| તું છે તોય ચાલે છે, તું જતો રહેશે તોય એ આમ જ ચાલશે…
|
| તું અહીં શું લઈને આવ્યો હતો કે તને ગુમાવવાનું દુખ છે?
|
| જે કાંઈ મળ્યુ એ અહીં જ મળ્યુ
|
| ડીગ્રી લઈને આવ્યો હતો, અનુભવ લઈને જઈશ.
|
|
|
| જે કોમ્પ્યુટર આજે તારૂ છે
|
| ગઈકાલે કોઈક બીજાનું હતુ, આવતી કાલે કોઈક બીજાનું હશે
|
| તું એને પોતાનું સમજીને આસક્ત થાય છે, ખુશ થાય છે
|
| આ જ સઘળી પરેશાનીઓનું મૂળ કારણ છે
|
| તું કેમ વ્યર્થ ચિંતા કરે છે…તને કોણ કાઢી શકે છે?
|
| તું નાહકનો જ ડરે છે.
|
|
|
| પરિવર્તન એ ઈન્ડસ્ટ્રીનો નિયમ છે
|
| અને આ જ તો તને “પરિવર્તન” નહીં આપવાની ચાલ છે.
|
| અત્યારે તું બેસ્ટ પરફોર્મર છે, કામઢો નંબર વન છે
|
| પણ જો ઈન્ક્રીમેન્ટ માંગીશ તો….
|
| તું વર્સ્ટ પરફોર્મર છે, નકામો નંબર વન છે…
|
| ટારગેટ કદી મેળવી શક્તો નથી…
|
|
|
| એપ્રાઈઝલ, ઈન્સેન્ટીવ, પ્રમોશન એ બધુંય મનમાં થી કાઢી નાખ
|
| વિચારો માં થી ય મીટાવી દે…
|
| પછી તું કંપનીનો છે અને કંપની તારી છે,
|
| ન આ ઇન્ક્રીમેન્ટ વગેરે મોહ તારા માટે છે,
|
| કે ના તું આ બધા માટે છે..
|
|
|
| બસ અત્યારે તારી નોકરી સુરક્ષીત છે
|
| તો તું શું કામ ચિંતા કરે છે?
|
| તું તારી જાત ને કંપની ને અર્પિત કરી દે,
|
| ઇન્ક્રીમેન્ટ ની ચિંતા ન કર…બસ મન લગાવી ને નોકરી કર…
|
| એ જ સૌથી મોટો ગોલ્ડન રૂલ છે…
|
|
|
| જે આ ગોલ્ડન રૂલને જાણે છે તે સુખી છે,
|
| તે આ રિવ્યુ, ઇન્સેન્ટીવ, એપ્રાઈઝલ, પ્રમોશન આદી મોહ ના બંધન માં થી સદા માટે મુક્ત થઈ જાય છે.
|
| તો તું પણ આ મુક્તિ માટે સદા પ્રયત્ન કર
|
|
|
| P. S. : છઠ્ઠા પગાર પંચની ભલામણો ય તારા સેક્ટર માં લાગૂ પડ્તી નથી…તે તારી જાણ ખાતર
|
|
|
| તારો બોસ (કૃષ્ણ)
|
|
|
| - ડૉ. આઈ. કે. વિજળીવાળા |
just superb...
ReplyDeleteThanks
DeleteTrue!!! :)
ReplyDelete