Pages

Friday, November 9, 2012

એક ક્રિકેટરનો પ્રેમપત્ર


ડિયર શીલુ,

બે નંબરના બસ-સ્ટૉપ પર ક્યાંય સુધી ફિલ્ડિંગ ભરતો ઊભો રહ્યો. તું આવી એટલે વરસાદ પડ્યા પછીનીપીચજેવો ખરાબ મૂડ લઈને ઘેર આવ્યો અનેલોન્ગ ઓફમાં ઊભેલા મામાની નજર ચુકવીને મામીએ તારો પત્ર મારા હાથમાં મૂક્યો.
મને ડ્રોપ કરીને પેલા સિતાંશુ સાથે તું પરણવા માગે છે જાણ્યું. નેટ પ્રેકટિસ મારી સાથે ને મેચ કોઈ બીજા સાથે ? અમારે ત્યાં તો લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે. મંડપ પણ બંધાઈ ગયો છે. ટેન્ટસ બંધાઈ ગયા હોય, બેટસમેને પૅડ પણ બાંધી દીધાં હોય અને એકદમ તેને કહેવામાં આવે કે તુંપૅડકાઢી નાખ ત્યારે એની દશા કેવી થાય ? ‘પેડછોડી નાખવાં, કુંવારી પીઠી ઉતરડવી લેવી, એટલું બધું સહેલું છે શું ?… જેને હું ટેસ્ટમેચ ધારતો હતો તેને ફ્રેન્ડલી મૅચ ગણીને મારા હૃદય પર તેં જોરદાર ફટકો માર્યો છે ! તું હંમેશાંક્રીઝની બહાર રમ્યા કરતી હતી, પેલા ગૌતમ સાથે ફર્યા કરતી હતી, છતાંયે બાબત મેં ક્યારેય અપીલ નથી કરી
તારું વલણ મૅચને ડ્રોમાં કાઢવા તરફ છે એની મને પહેલેથી જો ખબર હોત તો તારી સાથે મૅચ મેં ક્યારેય ગોઠવી હોત. મારી જાતમાં અનહદ વિશ્વાસ પેદા કરાવ્યા પછી મારો તેં કૉલેપ્સ કરાવી દીધો. તારા માટે આપણી પોળના કેટલાય છોકરાઓ ટાઈટ ફીલ્ડિંગ ભરતા હતા છતાં બધાયને નિગ્લેક્ટ કરીને તું મારી સાથે પહેલી વાર પિક્ચર જોવા આવી ત્યારે મને પ્રથમ વખત ખાતરી થયેલી કે હું એક સારો ફિલ્ડર છું; પણ આજે મને થાય છે કે તારે મન હું માત્ર ફિલ્ડર છું. તને દોષ નથી દેતો. મારુંલક એવું છે. બધા મને બારમા ખેલાડી તરીકે ટ્રીટ કરે છે. મારે મેદાનમાં આવવાનું તો થતું નથી. બૅટિંગ લેવા તો ક્યારેય નહીં, માત્ર ફીલ્ડિંગ ભરવા પૂરતું મેદાનમાં આવવાનું થાય છે….
…. અને તું મને આશ્વાસન પણ કેવું આપે છે ! આપણી મૈત્રી તો ચાલુ રહેશે. ના, હવે બારમા ખેલાડી તરીકે તારી સાથે સંબંધ રાખવામાં મને જરાય રસ નથી…. હા, હવે તને હું ભૂલી જવા માગું છું. તારી સાથે ખેલેલ રોમાન્સનું સ્કોર કાર્ડ મારી આંખ સામે તરવરે છે પણ હવે સ્કોર કાર્ડ પર હેવી રોલર ફેરવી દેવા માગું છું. મનેય હવે તો લાગે છે કે, ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. જે ભગવાને હારવાને ટાણે વરસાદ મોકલીને આપણા ભારતીય ક્રિકેટરોને વારંવાર બચાવ્યા છે ભગવાને મનેયે જીવનની મેચ હારતાં બચાવ્યો હોય એમ લાગે છે. નહીં તો તારી સાથે જીવનની મેચ રમવામાં હું કાયમ ઈનિંગ્સની હાર ખાતો રહેત. કહેવતમાં ખરું કહ્યું છે કે વિકેટકીપર પાંચ કૅચ કરે એથી કંઈ તેને બોલિંગ તો અપાય.
અગાઉ તને લખેલ મારા બધા પત્રો પરત કરી દેજે; કેમ કે તારી કઝીન સિસ્ટર મીના સાથે હું ફ્રેન્ડલી મેચ ગોઠવી રહ્યો છું. એને માટેની નેટ પ્રેકટિસ પણ અમે શરૂ કરી દીધેલ છે એટલે પત્રો કામ આવશે. એમાં માત્ર તારું નામ ઉડાડવાનું રહેશે. તને ગમે તે માટે તારી નજર સામેથી ખસીને મીનાના હૃદય-ટેન્ટ તરફ ચાલ્યો જાઉં છું. દુ: કરતાંય કચવાટ માત્ર એટલો છે કે તેં મને ખોટો એલ.બી.ડબલ્યૂ જાહેર કર્યો છે.

(બારમા ખેલાડીનું નામ જાહેર થાય યોગ્ય છે.)





4 comments: