Pages

Saturday, December 1, 2012

અમુક પ્રેરક પ્રસંગો.

એક ડોશી મા હતાં.ખુબ ગરીબ,પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ,એટલે સાંધી-સુંધીને કપડાં પહેરે.એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં.એક તો ઉંમર અને તેમાં આંખે દેખાય પણ ઓછું.એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે.પાછું રાત અને ઘરમાં કાઈ ગરીબ ણા ઘરમાં તેલના દીવા કે ફાનસ હોય ?! એક તો બરાબર દેખાય નહિ,તેમાં પાછી માજી ની સોય પડી ગઈ.સોય એક તો ઝીણી ,પાછું અંધારું,વળી આંખમાં ઝાંખું.!તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું !આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં.રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું,”માડી, તમે શુ શોધો છો?” માજી કહે કે,”ભાઈલા,મારી સોય પડી ગઈ છે તે ગોતું છું.” માણસે પૂછ્યું કે,”માડી તમારી સોય પડી છે ક્યાં?” એટલે માજીએ જવાબ આપ્યો કે,”બેટા,મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.” નવાઈ પામી માણસે કહ્યું કે,”માંડી,તો પછી અંદર કેમ નથી શોધતા?”માજીએ કહ્યું કે,”બેટા,પણ અહી બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.”

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા,પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ ક્યાંક છીએ.!

જ્યાં ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે,

અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.



----------------------------------------------------------------------------------


નાના એવા શહેરના મુખ્ય રસ્તા ઉપર એક કાર પુરપાટ પસાર થતી હતી,તેને એક મોટર-સાઈકલવાળા પોલીસે પકડી.કાર ડ્રાઈવરના નામ-સરનામું આ પોલીસ મેન નોધવા માંડ્યો. એટલે કારવાળા ભાઈ તો ગુસ્સે થઇ ગયા,અને પોલીસને કહ્યું કે,

‘તમે જાણો છો કે આ ગામના મેયર મારા મિત્ર છે?’

કાઈ પણ બોલ્યા વગર પોલીસ નોધે છે,એટલે કારવાળા કહે કે,”આ ગામના પોલીસ ઉપરી પણ મને ઓળખે છે,તે તમે જાણો છો ? તો ય પોલીસ એનું નોધવાનું કામ કરે જાય છે….એટલે હવે કારવાળાનો મિજાજ છટકવા માંડ્યો,અને ખુબ ગુસ્સે થઇ તેણે કહ્યું કે,

“ભાઈ , હુ તમારા ગામના મેજીસ્ટ્રેટને પણ સારી રીતે ઓળખું છું તે તમને ખબર છે?”

હવે પોતાની નોધ પૂરી કરીને,ડાયરી બંધ કરતાં પોલીસે શાંતિથી પેલા ભાઈને પૂછ્યું કે,

“તમે કાનજી રવજીને ઓળખો છો?” તો કાર ડ્રાઈવરે કહ્યું કે,”ના”

“ત્યારે ખરી જરૂર તો તમારે એમની ઓળખાણ ની હતી,અને એ કાનજી રવજી હુ છું.” એમ કહી મોટરસાઈકલ પર ચડીને નીકળી ગયો.



----------------------------------------------------------------------------------

મને એક વૃદ્ધની વાત યાદ આવેછે.

એંસી વર્ષની ઉમરના આ વૃદ્ધ રસ્તાની પડખે ખાડો ખોદીને એક આંબો વાવી રહ્યા હતા.

કોઈકે એમની નજીક જઈને પૂછ્યું :”દાદા,તમે આ શું કરો છો ?”

દાદાએ કહ્યું :”હું આંબો વાવું છું. ”

કોઈએક ટીખળી માણસે મશ્કરી કરી :”અરે દાદા ,તમને તે આ કેવી માયા લાગી છે!આ આંબો વાવો ક્યારે,એ ઉગે ક્યારે,એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે?”

પેલા વૃધ્ધે કહ્યું :”રસ્તા ઉપર આ જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે.તેની છાયા આજે હું માણું છું,એની કેરી હું ખાઉં છું,ત્યારે મને થયું કે હું પણ એકાદો આંબો વાવતો જાઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે, ફળ ખાવા મળે. આપણને જે લાભ મળ્યો છે એ લાભ બીજાને પણ આપવાનો છે. “

વૃદ્ધની આવી ઉમદા વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે આપણે તો સમાજને કઈંક આપવાનું છે.લેવામાં મહત્તા નથી,મહત્તા તો કઈંક આપી જવામાં છે.લેવાનું કામ તો બધાંય કરી શકે છે ,આપનાર જ દુનિયામાં કોઈ વિરલ હોય છે,એટલે માનવીમાં રહેલી આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ.

આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે.પરંતુ હું તમને વિનવું છું કે તમે આકાશના સુર્ય અગર ચંદ્ર ન બની શકો તો કંઈ વાંધો નહી ,અમાસની અંધારી રાતના તારા જેવા તો જરૂર બનજો.

અમાસની રાતે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે તો તે તેજનો લિસોટો મૂકી જાય છે,એ રીતે તમે ભલે ખુબ મહાન માનવી ન બની શકો ,પરંતુ તમારા વર્તુળમાં,તમારા સમાજમાં ,તમારા મિત્ર મંડળમાં એક તેજનો લિસોટો મુકીને જાઓ કે જે માનવ-હૃદયમાં પ્રકાશ પાથરે.


----------------------------------------------------------------------------------


એક કીડી તળાવમાં પડી ગઈ.ત્યાં માછલીએ કીડી ને કહ્યું કે, જયારે આ તળાવ સુકાય ત્યારે માછલીને કીડી ખાય છે.મોકો સહુને મળે છે.રાહ જોવી જોઈએ.

No comments:

Post a Comment