Pages

Thursday, December 6, 2012

સસલું અને કાચબો !







એક સસલું હતું. એ સફેદ હતું. અને એ ખુબ જ સુંદર હતું.

એ હંમેશા એની કાપા નિહાળી, ગર્વ સાથે છાતી ફુલાવતું હતું. એને  એની સુંદરતાનું
અભિમાન હતું. એ અનેકવાર, સરોવરની પાળે પાણી પીવા આવતું . એ સમયે, એણે  એક કાચબાને
નિહાળ્યો હતો. એને એની સાથે વાતો કરવાનો સમય જ ના હતો.એ ધીરે ધીર ચાલતા કાચબાને
મુર્ખ પ્રાણી સમજતું હતું.

એક દિવસ, કોણ જાણે કેમ એ સસલું  કાચબા નજીક આવી વાતો
કરવા લાગ્યુ.

“અરે, કાચબાભાઈ, કેમ તમે ધીરે ધીરે ચાલો છો?”
ત્યારે, કાચબો એને શાન્તીથી કહે..” અરે, બેન, શું કરૂં
? આ જ પ્રમાણે પ્રભુએ મારૂં ઘડતર કર્યું છે, એથી જ હું એવી રીતે ચાલુ
છું.”

આવું સાંભળી, સસલાને જરા મજાક કરવાનું મન થયું. અને
કહેઃ”ચાલો, આપણે હરિફાઈ કરીયે. તમે એ માટે તૈયાર છો ?”
કાચબો સસલાના હૈયાનો ભાવ સમજી ગયો હતો. એ જાણતો હતો કે
એની હારમાં સસલાએ હસીને એની મજાક કરવાની ઈચ્છા હતી. એણે વિચારી કહ્યુંઃ ” બેન, આજ
તો નહી આજે હું થાકી ગયેલો છું. પણ આવતી કાલે જરૂરથી આપણે હરિફાઈ
કરીશું”

આવા કાચબાના શબ્દો સાંભળી સસલું તો ખુબ ખુશી સાથે એના
ઘરે ગયું.

એવા સમયે, કાચબાએ એના શિયાળ મિત્રને સરોવર નજીકનો પંથ
બતાવી, હરિફાઈ વિષે કહ્યું, અને એની મદદ માંગી. શિયાળબેન તો મદદ કરવા રાજી થઈ ગઈ.
ત્યારે, કાચબાએ શિયાળને કહ્યું ” કાલે આવો ત્યારે તમારા પતિદેવને પણ સાથે
લાવજો.”..આ કાચબાના શબ્દો સાંભળી, શિયાળ જરા અચંબામાં હતું પણ કાંઈ ના
બોલ્યું.

બીજે દિવસે, નક્કી કરેલા સમય પ્રમાણે, સસલું અને કચબો
સરોવર પળે હતા.ત્યારે, કચબાના સુચન પ્રમાણે શિયાળના પતિ પણ હાજર હતા. અને, કાચબાએ
સસલાને કહ્યુંઃ” આ સઓવર પાળે પાળે  જવાનું છે, અને જે ફરી પ્રથમ અહી આવે તેની જીત.
આ માન્ય છે ?”

ત્યારે, સસલું એની ઝ્ડપના ગર્વમાં હરિફાઈ વિષે બીજી
ચોખવટ કરવાનું ભુલી જઈ કહેવા લાગ્યુંઃ” મજુંર છે !”
આ હરિફાઈ શરૂઆત સમયે મિત્ર શિયાળના પતિ આ સંવાદના
સાક્ષી બન્યા. અને એવા સમયે, મિત્ર શિયાળ દુર એક સરોવર પાળના ઝાડ પાછળ સંતાયને સુચન
પ્રમાણે ઉભું હતું.

શિયાળ પતિએ જવાબદારી લીધી. કાચબો અને સસલું એક લાઈન
પાછળ હતા. એણે ૧,,૨..૩ અને “ગો” કહ્યું. સસલું તો આનંદમાં દોડતું દુર જઈ રહ્યું
ત્યારે કાચબો તો ધીરે ધીરે  પેલા પાળ નજીકના ઝાડ પાસે આવી ઉભુ રહ્યું .અને ઝડ
પાછળથી  શિયાળ બહાર આવી, જમીન પર બસી ગયું. કાચબો શિયાળની પીઠ પર બેસી ગયો. શિયાળ
ઝડપથી દોડવા લાગ્યું. અંતર કપાતું ગયું.  સસલું એ સમયે દુર હતું. એ દોડતા દોડતા,
પાછળ નજર કરતું અને કાચબાને ના જૉઈ આનંદમાં આવી જતું..ધીરે ધીરે એની ઝડપ પણ ઓછી થતી
હતી. પણ, એને એની જીતની ખાત્રી હતી. અને જીત્યા બાદ, કેવી રીતે કાચબાની મજાક કરવી
એવા વિચારોમાં એ હતું. જ્યારે એ એવા વિચારોમાં હતું ત્યારે પાછળ જોતા એણે કાચબાને
સિયાળ પર નિહાળ્યો…..એ હજુ કોઈ બીજા વિચારો કરે તે પહેલા શિયાળ અન કાચબો એને પસાર
કરી આગળ નીકળી ગયા….સસલાએ એની ઝડપ વધારી..પણ એ કાંઈ કામ ના આવી. જ્યારે એ “ફીનીશ
લાઈન” પર આવ્યું ત્યારે કાચબો એની વાટ જોતો હતો.
સસલું જેવું ત્યા આવ્યું એટલે કાચબો કહે ઃ”બેન, હું
હરિફાઈ જીતી ગયો !”

ત્યારે. ગુસ્સામાં આવીમ સસલું કહે ઃ “તમે તો શિયાળ પર
સવારી કરી આવ્યા છો…એટલે જીત તો મારી કહેવાય !”
ત્યારે, શિયાળભાઈ એક જર્જ તરીકે એમનો અભિપ્રાય આપે..”
અરે, સસલાભાઈ, જ્યારે હરિફાઈની વિષે ચર્ચા કરી ચોખવટ કાચબાએ તમોને કહ્યું ત્યારે
તમે કોઈ શરતો મુકી ના હતી..ફક્ત એક જ ધ્યેય હતો …જે સરોવર પાળ પર અંતર કાપી પ્રથમ
અહી આવે તે જ વિજેતા ! આ પ્રમાણે, આ હરિફાઈ જીતનાર તો કાચબાભાઈ જ
કહેવાય.”

આટલા શબ્દો શિયાળભાઈ બોલ્યા ત્યારે આ નિર્ણયને ટેકો
આપતી હોત તેમ કાચબ મિત્ર શિયાળ બોલ્યું ઃ” હા, હું પણ સહમત છું !”
બસ, આટલા શબ્દો દ્વારા સસલાને એની ભુલ સમજાય… “ફક્ત
કોઈને નિહાળી, તમે એનું ખરૂં મુલ્ય ના કહી શકો. પોતાની શક્તિ પર ગર્વ કરી અન્યનું
અપમાન કરવું એ મહાન ભુલ છે. નમ્રતામાં જ પ્રેમ છે !”…સસલાના મનમાં બસ આવા વિચારો
ગુંજી રહ્યા. એનું અભિમાન હવે પીગળી ગયું હતું એ  કાચબા અને શિયાળોની તરફ એક મીઠી
નજરે નિહાળી, ડોકું નીચું રાખી જાણ સત્યના જ્ઞાન સાથે વિદાય લેતો હોય એવું દ્રશ્ય
સરોવર પાળે આજે હતું !


પણ, આ બાળવાર્તાનો “બોધ” નીચે મુજબ છે…….

કોઈ પણ વ્યક્તિને ફક્ત નિહાળતા એના વિષે “અભિપ્રાય”રૂપી અનુમાન કરવું  એ જ
એક ભુલ છે !

પોતાની શક્તિનું અભિમાન કરવું એ જ અનેક જીતો બાદ, એવી વ્યક્તિને હાર કે પતન
તરફ લઈ જાય છે !

આ વાર્તામાં સસલાને શરીર અને શક્તિના અભિમાનમાં “અંધકાર ” છે..એની
“મુર્ખતા”ના દર્શન થાય છે.

કાચબાના શાન્ત સ્વભાવ સાથે ચતુરાય, અને નમ્રતા છે !

આ વાર્તા દ્વારા  એક જ હેતું છે….માનવીએ શીખવાનું છે કે જે સ્વરૂપે દેહ
મળ્યો એનો પ્રથમ સ્વીકાર હોવો જોઈએ. અને દેહ સાથે મળેલી શક્તિ-જ્ઞાન વિગેરે માટે
પ્રભુનો પાડ માની, એનો સદ-ઉપયોગ  કરવાનો જીવન સફરે હંમેશા પ્રયાસ હોય !.. જે પંથ
સત્ય તરફ હોય તેવો પંથ બાળકો કે અન્યને બતાવતા, એનું જીવન આ ધરતી પર ધન્ય બની જાય
છે !

2 comments:

  1. Brijal,
    I was given the LINK to your Blog and I see my TUNKI VARTA as a Post on your Blog.
    It was nice that you liked the Varta.
    Those interested to read the ORIGINAL Post with the COMMENT can visit my Blog Chandrtapukar @
    www.chandrapukar.wordpress.com
    And to view this Varta CLICK on Tunki Varta Category & ENJOY !
    Brijal....
    You are welcome to REVISIT my Blog !
    Hope to see you !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    See you !

    ReplyDelete
    Replies
    1. I have given your Link above my post , Thanks for sharing such kind of posts .. amazing one ..

      Delete